બનાસકાં� ા જીલ્લો બનાસ નદીના કાં� ાની આસપાસમાં વસેલા પ્રદેશનો બનેલો છે. જીલ્લો ર૩-૩૩° થી ર૪-૪પ° ઉત્તર અક્ષાંશ અને ૭૧-૦૩° થી ૭૩-૦ર° પૂર્વ રેખાંશ પર પથરાયેલો છે. આ રીતે આ જીલ્લો ગુજરાતની ઉત્તર-પશ્ચિમ બાજુ પરના ભાગોમાં પથરાયેલો છે. જીલ્લાની ઉત્તર બાજુ રાજસ્થાન રાજ્યના મારવાડ તથા સિરોહીના પ્રદેશો, પૂર્વમાં સાબરકાં� ા જીલ્લો તથા જીલ્લાના પશ્ચિમ ભાગમાં પાટણ જીલ્લો આવેલો છે
બનાસકાં� ા જીલ્લાની સરહદો જોતાં વ્યૂહાત્મક દ્રષ્ટિએ આ જીલ્લાનું ઘણું મહત્વ છે. ગુજરાત રાજ્યનો આ સરહદી જીલ્લો હોઇ તેના પ્રશ્નો લશ્કરી દ્રષ્ટિએ મહત્વના અને તાકીદના બની રહે છે.
બનાસ દર્શન પુસ્તકના આધારે બનાસકાં� ા જિલ્લામાં આવેલ કાંકરેજ તાલુકો જગપ્રસિઘ્ધ ગાયો અને બળદો ધરાવતો પ્રાચીન સમયમાં એક વિશાળ રાજય ધરાવતો હતો આગળ આ તાલુકો મહીકાં� ા એજન્સીમાં હતો . ૫ણ ૧૮૪૪ માં વહીવટની સગવડતા ખાતર આ તાલુકાને પાલનપુર એજન્સીમાં મુકવામાં આવ્યો. વર્તમાન સમયમાં આ તાલુકાનું ક્ષેત્રફળ ૩રર ચો.માઈલ છે અને તેમાં ૧૦૫ ગામો આવેલ છે.
ઘણા જુના સમયથી આ તાલુકો જુદી-જુદી જાગીરોમાં વહેચાયેલો છે આ જાગીરોના માલિક અસલ વાઘેલા રાજપુતોમાંથી નીકળેલ રાજપુત દરબારો છે. આ તાલુકામાં ૩૪ તાલુકદારો છે. આ તાલુકામાં મોટા ભાગના જાગીરદારો વાઘેલા દરબારો છે. એક માન્યતા પ્રમાણે અહીના દરબારો રાણકદેવજી નામના વાઘેલા રાજપુતના વંશમાંથી ઉતરી આવેલા છે.
વાઘેલા રાણકદેવજી જે દિયોદરના હતા તેમના મોટા ભાઈ માણેક દેવજી દિયોદરની ગાદી ઉ૫ર રાજય કરતા હતા. તે રાણકદેવજીના વંશમાંથી ઉતરી આવેલા વંશજો વાઘેલા દરબારો કહેવાયા. શરૂઆતમાં કંબોઈ કાંકરેજની રાજધાનીનું સ્થળ હતું અહેમદશાહે કાંકરેજ ઉ૫ર ચડાઈ કરીને કાંકરેજના કેટલાક ગામોનો નાશ કર્યા હતો આ જાગીર ઘણા અલગ-અલગ ગામોમાં વહેચાય ગયેલ હતી.તેમાંની બે મોટી જાગીરો દેવ - દરબાર અને થળી છે. થળી કાંકરેજ તાલુકામાં મહત્વ ધરાવતી બીજી જાગીર છે . આના સ્થા૫ક ૫ણ શ્રી ઓગડ મહારાજ છે.
કાંકરેજ તાલુકાનું વડું મથક શિહોરી છે. શિહોરી એમ કહેવાય છે કે શિવા રબારીના નામ ઉ૫રથી આ ગામનું નામ શિહોરી ૫ડયું છે. અત્યારે ૫ણ ગામમાં રબારી , લોહાણા અને દરબારો ની મુખ્ય વસ્તી છે. કાંકરેજી ૫શુધન રાષ્ટ્રીય કક્ષાએ ,૫ણ વખણાય છે .ગામમાં પ્રવેશતાં ૫શ્રિમે દરબારવાસનો રસ્તો ૫સાર કરીએ એટલે સામે એક નાનકડો વડલો દેખાય છે. તેના બીલકુલ પાસે કોટ છે. અંદરના ભાગમાં નાની દેરીના ઘુમટ ઉ૫ર લીલા રંગની અડધી ધજા ફરકે છે આ ગૌરી માતાનું મંદિર છે. ગુજરાત ભરમાં ગાયમાતાનું આ એક માત્ર મંદિર છે અને ધર્મશાળા ૫ણ છે. આ નાનકડી દેરીને ત્રણ બાજુ ત્રણ દરવાજા છે. દેરીની જાળીમાં જોતાં આરસ ૫હાણની ગાયમાતાની મૂર્તિ છે.
તેવી લોક વાયકા છે કે સંવત ૧૯૪૯ ના કારતક સુદી અગિયારસ ને મંગળવારના રોજ લોઢા રબારીની એક ગાય જેનું નામ વાદળી હતું આ ગાયને રબારણ દોહવા માટે આવી અને વાછરડાને તેનાથી દૂર કરતાં ગાય ત્યાંથી એકદમ દોડી અને ત્રણ દરબાર ભાઈઓની જમીનના ખૂંટની મઘ્યમાં આવી ઉભી રહી ત્યારે ધરતી માતાએ તેને માર્ગ દીધો અને ગાય ધરતીમાં સમાઇ ગઈ આ જમીન ત્રણ રાજપુત ભાઈઓ ભાવસિંહ , વજેસિંહ અને હિમંતસિંહની હતી જેના ઉ૫રથી આજે ભાવાણી પાર્ટી , વજાણી પાર્ટી અને હેમાણીપાર્ટી શિહોરીમાં છે .