મહેસાણા જિલ્લો ગુજરાત રાજ્યના મધ્યસ્થાને આવેલો છે. જિલ્લાની પ્રવૃત્તિઓમાં કેન્દ્ગસ્થાને વાણિજ્યની દ્ગષ્ટિએ વિશ્વભરમાં વરીયાળી, જીરૂ અને ઇસબગુલનું મોટું બજાર ઉંઝામાં છે. પશુપાલન ક્ષેત્રે શ્વેતક્રાંતિનું સર્જન, દૂધસાગર અને સરદાર દૂધ ડેરીએ ૬૭૧ દૂધ મંડળીઓ ઉભી કરી દૂધ ઉત્પાદકો અને પશુપાલકો માટે કામધેનું બની રહી છે. લોકોનું સમસ્ત જીવન ગ્રામીણ અને શહેરી બંનેનો સુમેળ મહેસાણામાં જોવા મળે છે.
પૌરાણિક કાળમાં સ્કંદ પુરાણ અને ધર્મારણ્ય પુરાણ જેવા ઉપપુરાણોમાં મહેસાણા જિલ્લો આનર્ત કે અપરાંત પ્રદેશના ભાગ તરીકે વર્ણવાયો છે. વિવિધ પુરાણો તેમજ ગ્રંથોમાં તારંગા, વડનગર, મોઢેરા અને બેચરાજી તાલુકાઓને જુદા-જુદા ક્ષેત્ર તરીકે સ્થાન અપાયુ છે. આનર્ત પુરનું પાટનગર વડનગર હોવાનું પણ જણાય છે.